ધંધુકા તાલુકા કેળવણી મંડળ સંચાલિત શ્રી કિશનદાસ કિકાણી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ,ધંધુકા માં તારીખ 13/08/2026 ના રોજ સવારે કોલેજના એન.એસ.એસ ના અને સર્વે વિદ્યાર્થીઓ દ્વારા કાર્યકારી આચાર્ય ડૉ બી.ઝેડ. પટેલના માર્ગદર્શન હેઠળ મામલતદાર કચેરી, નગરપાલિકા અને કોલેજ દ્વારા સંયુક્ત ઉપક્રમે તિરંગા રેલી નું આયોજન કરવામાં આવ્યું હતું.શહેરના નાગરિકોમા દેશ પ્રેમની ભાવના વધે અને યુવા પેઢી તિરંગા ની આન બાન અને શાનને ગંભીરતા થી લઈને દેશના વડા પ્રધાનના વિકસીત ભારત સપનાને ને સાકાર કરે અને તેમાં પોતાની ભૂમિકા સમજી યોગદાન આપે તે માટે તિરંગા રેલી યોજવામાં આવી હતી.જેમાં કોલેજના અને એન.એસ.એસ ના વિદ્યાર્થીઓએ તેમજ મહાવિદ્યાલયમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ એ વંદેમાતરમ નારા લગાવી ઉત્સાહભેર ભાગ લીધો હતો. જેનું સંપૂર્ણ સંચાલન એન.એસ.એસ વિભાગના પ્રોગ્રામ ઓફિસર ડૉ કમલેશકુમાર આર રાજપુત સાહેબ તેમજ સમગ્ર કીકાણી કોલેજના સ્ટાફ દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં એનએસએસ વિભાગ અને કોલેજના 431 વિદ્યાર્થીઓએ અને સ્ટાફના 28 સભ્યોએ ભાગ લીધો હતો.