ધંધુકા તાલુકા કેળવણી મંડળ સંચાલિત શ્રી કિશનદાસ કિકાણી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ધંધુકા, ગુજરાત યુનિવર્સિટી યુવક મહોત્સવ 2026,(અમદાવાદ શહેર વિભાગ) વિરમગામ ખાતે ભાગ લેનાર તમામ યુવા પ્રતિભાગીઓને હાર્દિક અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવે છે.
આ યુવક મહોત્સવમાં શ્રી કિશનદાસ કિકાણી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ડિબેટ સ્પર્ધા અને માઈમ સ્પર્ધામાં બેસ્ટ ઓફ થ્રી નંબર પ્રાપ્ત કરી વિજેતા બનેલ છે. માઈમ સ્પર્ધામાં ભાગ લેનાર વિદ્યાર્થીઓ:
1. કટકીયા પારસ
2. મેણીયા રાહુલ
3. જાદવ નિતીન
4. પરમાર ધર્મેશ
5. રૂદાતલા ચિંતન
6. દેત્રોજા વિરલ
7. રાઠોડ દલસુખ
8. પરમાર દેવરાજ
ડિબેટ સ્પર્ધામાં ભાગ લેનાર વિદ્યાર્થીઓ:
1. મારુ નફીસ
2. ટીંબલીયા રેહાન
આ સ્પર્ધકો ઈન્ટર ઝોન કક્ષાએ ભાગ લેશે.. વિજેતા બનેલ વિદ્યાર્થીઓની આ સિદ્ધિ તેમની પ્રતિભા, પરિશ્રમ અને સમર્પણનું ગૌરવપૂર્ણ પરિણામ છે. આ સ્પર્ધાની તૈયારી પ્રિન્સિપાલ સાહેબ ડો. ભરતભાઈ ઝેડ. પટેલના માર્ગદર્શન હેઠળ સાંસ્કૃતિક કમિટી દ્વારા પ્રા. સુનિલકુમાર જે. ભોયે, પ્રા. જિતેન્દ્રભાઈ મુંધવા, ડો. પાયલ પટેલ, ડો. સવિતાબેન વળવી તથા ડો. રાજેશ ડાભી અને કોલેજના અન્ય સ્ટાફ ગણનો પણ સહયોગ પ્રાપ્ત થયો હતો. કોલેજનો સમગ્ર પરિવાર વિદ્યાર્થીઓને ભવિષ્યમાં પણ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી કોલેજ તથા સમગ્ર સંસ્થાનું નામ રોશન કરે તેવી હાર્દિક શુભેરછાઓ પાઠવે છે.